તમિલનાડુના તિરુચિરપલ્લીમાં એક ખેડૂત પી શંકરે તેનાં ખેતરમાં પીએમ મોદીનું મંદિર બનાવડાવ્યું છે આ મંદિરને ‘નમો’ નામ આપ્યું છે અહીં એક દિવસમાં ચાર વખત આરતી કરવામાં આવે છે શંકરની ઈચ્છા છે કે, પીએમ મોદી અહીં આવે અને મંદિરનું ઉદ્ઘાટન કરશે મંદિરમાં મોદી ઉપરાંત એમજી રાજચંદ્રન, જયલલિતા અને તમિલનાડુના સીએમ પલાનીસ્વામીનો ફોટો પણ મૂક્યો છે શંકરે કહ્યું કે, મોદી ભગવાન જેવા જ છે, કારણકે તે અહીંયા વિકાસ કરવા માટે આવ્યા છે