મમતા બેનર્જીએ પિત્તો ગુમાવ્યો, કહ્યું- મોદીને થપ્પડ મારવાનું મન થાય છે

DivyaBhaskar 2019-05-07

Views 5.8K

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા છે મમતાએ કહ્યું કે, મને મોદીને થપ્પડ મારવાની ઈચ્છા થઈ ગઈ છે મેં આવા જૂઠ્ઠા વડાપ્રધાન ક્યાંય નથી જોયા હવે ચૂંટણી આવી છે તો રામ-નામ જપવાનું શરૂ કર્યું છે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા મમતા બેનરજીએ કહ્યું કે, 5 વર્ષ પહેલાં તેમણે સારા દિવસોની વાત કરી હતી પરંતુ પછી નોટબંધી કરી દીધી હતી તેઓ બંધારણ પણ બદલી દેશે મમતાએ કહ્યું, હું બીજેપીની નારેબાજીમાં વિશ્વાસ નથી રાખતી પૈસા માટે મહત્વના નથી પરંતુ જ્યારે તેઓ બંગાળ આવીને કહે કે, ટીએમસી લૂંટારાઓથી ભરેલી છે ત્યારે મને તેમને થપ્પડ મારવાનું મન થઈ જાય છે

નરેન્દ્ર મોદીથી ડરતી નથી

પરુલિયામાં ટીએમસી સરકારની સફળતા ગણાવતા મમતાએ કહ્યું કે, શું મોદી પરુલિયાના આદિવાસી ગામડાઓ વિશે જાણે છે? અત્યાર સુધી અહીં 300 ITIકોલેજ બનાવી દીધી છે દિલ્હીમાં મોદી 5 વર્ષથી છે મેં ખૂબ સંઘર્ષ કર્યો છે હું મારી જાતને વેચીને રાજકારણ નથી કરતી હું મોદીથી નથી ડરતી કારણકે હું આ પ્રકારનું જ જીવન જીવુ છું

મોદી માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે

મમતાએ વધુમાં કહ્યું કે, મોદી જેવા જૂઠ્ઠા વ્યક્તિ મેં આજ સુધી નથી જોયા આસામમાં 22 લાખ બંગાળીઓના નામ કાપી નાખ્યા મહારાષ્ટ્ર અને યુપીથી બિહારીઓને ભગાડી દીધા હવે તેઓ બંગાળમાં પણ એનઆરસીની વાત કરે છે મમતાએ કહ્યું, પ્રાકૃતિક તકલીફ અને પૂર સમયે મોદી બંગાળ નથી આવતા મોદી સરકાર પર આકરા પ્રહાર કરતી વખતે મમતાએ કહ્યું કે, 12,000 ખેડૂત આત્મહત્યા કરી ચૂક્યા છે યુપીનો ચામડા વેપાર બંગાળમાં આવ્યો છે ગેસ અને કેબલ ટીવીના ભાવમાં વધારો થયો છે તેઓ માત્ર રમખાણો ફેલાવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લોકોના માત્ર ધર્મના નામે ભાગલા પાડી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS