વડોદરા: વડોદરા શહેરના કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ પર એસટી બસોની અનિયમિતતાને લઇને વિદ્યાર્થીઓનો હોબાળો મચાવ્યો હતો સમયસર અને વધુ બસ ફાળવવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી હતી આસપાસના વિસ્તારોમાંથી વડોદરા શહેરમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અપડાઉન કરતા હોય છે, ત્યારે બસોની અનિયમિતતાને લઈને વારંવાર રજૂઆત છતાં પણ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન આવતાં આજે વિદ્યાર્થીઓએ કીર્તિસ્તંભ બસ સ્ટેન્ડ ખાતે હોબાળો કર્યો હતો હોબાળાને કારણે બસ વ્યવહાર થોડા ક્ષણો માટે ખોરવાઇ ગયો હતો એસટીવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓએ મધ્યસ્થી કરી હતી અને મામલો થાળે પાડ્યો હતો