બોક્સર એમસી મેરીકોમે નિખત ઝરીનને ટોક્યો ઓલિમ્પિક ક્વોલિફાયર માટે 51 કિલોગ્રામની કેટેગરીની ટ્રાયલ મેચમાં 9-1થી હરાવી હતી શનિવારે નવી દિલ્હીમાં રમાયેલી મેચમાં મેરીકોમ શરૂઆતથી હાવી રહી હતી તેણે ઝરીનને મેચમાં કોઈ તક આપી નહોતી બંને વચ્ચે આ ચોથો મુકાબલો હતો અગાઉની ત્રણમાંથી બે મેચ મેરીકોમ અને એક મેચ ઝરીન જીતી હતી ટોક્યો ઓલિમ્પિકના ક્વોલિફાયર્સ મુકાબલા આવતા વર્ષે ચીનના વુહાન શહેરમાં રમાશે મેચ સમાપ્ત થયા પછી મેરીકોમ હાથ મિલાવ્યા વગર જતી રહી હતી તેણે કહ્યું કે, "હું તેની સાથે હાથ કેમ મિલાવવું? જો તે સમ્માન ઈચ્છે છે તો પહેલા મને સમ્માન આપે મને આ પ્રકારની વ્યક્તિ પસંદ નથી તમે પોતાને રિંગની અંદર સાબિત કરો, બહાર નહીં હું તેને ત્રણવાર હરાવી ચૂકી છું છતાં તે સુધરતી નથી" જોકે પછી મેરીકોમે કહ્યું કે, તે ગુસ્સામાં હતી અને હવે બધું બરાબર છે