સુરતઃ પાંડેસરામાં કાશી વિશ્વનાથ ભગવાનના મંદિરમાં મધરાત્રે અજાણ્યા ઇસમે 30 મિનિટમાં દાનપેટી તોડી લાખોની ચોરી કર્યા બાદ શિવનાગને પણ ઉખાડવાનો પ્રયાસ કરતા ભક્તોમાં રોષ જોવો મળ્યો છે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા અજાણ્યા ઇસમે રેકી કરી મંદિરમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે આ અગાઉ આજ મંદિરમાં લગભગ બેવાર ચોરી થઈ ચૂકી હોવાનું પણ સ્થાનિક લોકોએ જણાવ્યું છે ઉત્તર ભારતીયોના પૂજાપાઠવાળા આ મંદિરમાં આખું વર્ષ દાનપેટીમાં આવેલી રકમથી જ શિવરાત્રીનો ઉત્સવ કરાતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે