સુરતઃ138 બાળ મજૂરોને મુક્ત કરાયાના પાંચ જ દિવસમાં રિંગરોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટમાંથી પાંચ બાળ મજૂરોને મુક્ત કરાવવામાં આવ્યાં હતાં ચાઈલ્ડ લેબર વિભાગ દ્વારા પોલીસને સાથે રાખીને સમગ્ર રેડ કરવામાં આવી હતી જેમાં પાંચ બાળકોને મુક્ત કરાવાયાં હતાં જ્યારે રેડ અંગે દુકાનદારોને અગાઉથી જાણ થઈ ગઈ હોવાથી ચારેક બાળકોને ભગાવી દેવામાં આવ્યાં હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે