સુરતઃ પુણાગામ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટના લોડીંગ અનલોડીંગનું કામ કરતાં યુવકની હત્યા નીપજાવવામાં આવી છે મીઠિખાડી ફૂલવાડી ખાતે રહેતા તૌફીક રફીક શેખ (ઉવઆ22)નાની પપ્પુ સહિતના ત્રણેક ઈસમોએ ગડદા પાટુનો માર મારી હત્યા નીપજાવી હતી બાદમાં હત્યાના આરોપીઓ નાસી છુટ્યાં હતાં જેમાંથી પપ્પુ પોલીસની પકડમાં આવી ગયાનું સુત્રો દ્વારા કહેવાઈ રહ્યું છે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે