કપલે લગ્નમાં ઍમ્બ્યુલન્સમાં એન્ટ્રી લીધી, વરરાજો દુલ્હનને સ્ટ્રેચર પર બેસાડીને મંડપ સુધી લઈ ગયો

DivyaBhaskar 2020-01-03

Views 1.6K

દુનિયાના મોટાભાગનાં કપલ તેમનાં લગ્નનો દિવસ યાદગાર બનાવવા માટે કંઈક અલગ જ અખતરા કરતા રહેતા હોય છે લગ્નમાં દુલ્હા-દુલ્હનની એન્ટ્રી સૌથી વધારે સ્પેશિયલ હોય છે મલેશિયામાં દુલ્હા-દુલ્હન તેમની મેરેજ એન્ટ્રીને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયાં છે આ કપલ મેરેજ લોકેશન સુધી ઍમ્બ્યુલન્સમાં આવ્યાં, જેમાં દુલ્હન સ્ટ્રેચર પર હતી વરરાજા મલેશિયાની હોસ્પિટલમાં અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર છે આથી તેણે કપડાં પણ ડોક્ટરના જ પહેર્યા અને એન્ટ્રી પણ મેડિકલ ફિલ્ડનાં વાહનમાં જ લીધીકપલના સંબંધીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં લગ્નમાં ઍમ્બ્યુલન્સ વાપરવા બાબતે યુઝર્સે કમેન્ટનો વરસાદ કરી દીધો છે એક યુઝરે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, આ ઍમ્બ્યુલન્સ તમારા મનોરંજન માટે નથી સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે લગ્નમાં વાપરેલી ઍમ્બ્યુલન્સ પ્રાઈવેટ હતી અને કપલે થોડા કલાક માટે ભાડે લીધી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS