સુરતઃપાંડેસરા GIDCની અન્નપૂર્ણા ડાઈંગ મીલમાં શનિવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી ડાઈંગ મીલના સેન્ટર મશીનમાં આગ લાગ્યા બાદ નાઈટ સુપર વાઇઝરે તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી જેથી ફાયરના જવાનો 8 ફાયર ફાઇટર સાથે દોડી ગયા હતાં સવારે આઠ વાગે લાગેલી આગને ફાયરના જવાનોએ લગભગ 30 મિનિટમાં જ કાબુમાં લઈ લીધી હતી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને લઈ કોઈ મોટી જાનહાની થઈ નહોતી જોકે સેન્ટર મશીનમાં લાગેલી આગને કારણે લાખોનું નુકશાન થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું