કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ દેખાવમાં હિંસાનો શિકાર થયેલા લોકોને મળી રહ્યા છે શનિવારે પોલીસે તેમને બીજી વખત મેરઠ જતા રોક્યા છે જોકે પ્રિયંકાએ મુઝફ્ફરનગરમાં હિંસક પ્રદર્શનમાં મારવામાં આવેલા નૂર મોહમ્મદના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી તેમણે પીડિતોને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે અને કહ્યું છે કે, કોંગ્રેસ પોલીસની અમાનવીય કાર્યવાહી સામે લડત ચાલુ રાખશે ત્યારપછી પ્રિયંકાએ મેરઠમાં પરતાપુરમાં પીડિતો સાથે મુલાકાત કરી હતી બીજી બાજુ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સીએએના વિરોધમાં શ્રેય લેવાની સ્પર્ધામાં જોડાયા હોય તેવુ લાગે છે સપાનું કહેવું છે કે, કોંગ્રેસને દેખાવો સાથે કોઈ લેવા-દેવા નથી રાજ્યમાં લોકતંત્ર બચાવવાની લડત માત્ર સપા કાર્યકર્તાઓએ લડી છે