ભાવનગરના ઇન્ચાર્જ PI એમ.એચ. યાદવ SP રિંગ રોડ પર દારૂ પીધેલા ઝડપાયા

DivyaBhaskar 2020-01-06

Views 8.4K

અમદાવાદ:ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એમ એચ યાદવ એસપી રિંગ રોડ ભાડજ સર્કલ પાસે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા પીઆઈ યાદવને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ આવતા યાદવે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી જાડેજા અને સેકન્ડ પીઆઈ ડીએચ ગઢવી તેમજ પીએસઆઈ રાણાને જોઈ લેવાની ધમકી આપી હતી સોલા પોલીસ સ્ટેશનમાં યાદવે પોતાની ખાખીનો રોફ જમાવી ‘તમે મને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છો, બધાને જોઈ લઈશ’તેવી ધમકી આપી હતી યાદવે એક કલાક પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને ઈનવે સ્કવોડમાં પડેલું લેપટોપ તોડ્યું હતું સોલા પોલીસે પીઆઈ યાદવની દારૂના કેસમાં તેમજ પોલીસની કામગીરીમાં રૂકાવટ બદલ ગૂનો નોંધી તેમની ધરપકડ કરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS