અમદાવાદઃકોંગ્રેસે લો ગાર્ડન પાસે આવેલી એક કોલેજના સીસીટીવી જાહેર કર્યાં છે જેમાં એક શખ્સ લાકડી લઇને જતો જોવા મળે છે ત્યારે આ શખ્સ ABVPનો હોવાનો દાવો કર્યો છેજવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી(જેએનયુ)માં કેટલાક બુકાનીધારી યુવકો દ્વારા એકાએક વિદ્યાર્થીઓ પર હુમલો કરાતા દેશભરમાં ફરીવાર વિવાદ ઉભો થયો છે આ ઘટનાના પ્રત્યાઘાતરૂપે મંગળવારે સવારે અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો આમને-સામને થઈ ગયા હતા અને લાકડી-ધોકા વડે સામ-સામે મારામારીના દૃશ્યો સર્જાયા હતા