ધારી: ધારીના આંબરડી પાર્કની અંદર વન વિભાગે કેટલાક સાવજો રાખ્યા છે જ્યાં દેવળીયા પાર્કની જેમ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવામાં આવે છે આ પાર્કની આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં સાવજોનો વસવાટ છે આ સાવજો અવારનવાર પાર્કની દીવાલ આસપાસ પણ આંટા મારે છે પણ ગઇકાલે એક સિંહ આવી જ રીતે પાર્કની દીવાલ પાસે આંટા મારતો હતો ત્યારે જ પાર્કની અંદર રહેલો સિંહ પણ ત્યાં આવી ચડ્યો હતો સામાન્ય રીતે આ સ્થિતિ ખુલ્લા જંગલમાં સર્જાય તો ખુંખાર લડાઇ થઇ જાય પણ અહીં પાર્કની 15 કૂટ ઉંચી જાળી આડી હોય બન્ને સાવજો લડવાના મૂડમાં હોવા છતાં એકબીજા સામે માત્ર ઘુરકીયા જ કરી શક્યા હતાં