રાજસ્થાનના જયપુરમાં ચર્ચિત શ્વેતા અને તેના દોઢ વર્ષના દીકરા શ્રીયમ હત્યાકાંડ કેસમાં પોલીસ શુક્રવારે ઘટસ્ફોટ કરશે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હત્યારાને ઝડપી પડાયો છે તે શ્વેતા-શ્રીયમની હત્યા બાદ જ શ્વેતાના મોબાઈલ નંબર પરથી ખંડણી માટે રોહિતને સતત મેસેજ મોકલી રહ્યો હતો તેને રોહિતના કાવતરા પ્રમાણે આખી ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસ શ્વેતાના પતિ રોહિતની છેલ્લા ત્રણ દિવસથી ધરપકડ કરીને પુછપરછ કરી રહી હતી પુછપરછમાંથી બહાર આવેલા તથ્ય અને સાઈબર સેલની મદદથી પોલીસ હત્યારા સુધી પહોંચી હતી મંગળવારે IOCLના સીનિયર મેનેજર રોહિત તિવારીની પત્ની શ્વેતાની તેમના જ ફ્લેટમાં હત્યા કરીને દીકરા શ્રીયમનું અપહરણ કરાયું હતું બીજા દિવસે એટલે કે બુધવારે અપાર્ટમેન્ટની પાછળ જંગલમાં દીકરાની પણ લાશ મળી હતી