હિમાચલ પ્રદેશના કિન્નોરમાં અડધો કિમી લાંબું અને 10 ફૂટ ઊંચું ગ્લેશિયર સરકીને રસ્તા પર આવી ગયું હતું ટિંકુ નાલામાં ગુરુવારે સાંજની આ ઘટનાનો રુંવાડા ઊભો કરી દે તેવો વીડિયો શનિવારે સામે આવ્યો હતો આ ગ્લેશિયર લપસીને ખૂબ દૂર સુધી મુખ્ય માર્ગ પર આવી ગયું હતું પરિણામે લોકોના વાહનો ફસાઈ ગયા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યાનુસાર, આ ગ્લેશિયરના કારણે ત્રણ દિવસ પછી શનિવારે રસ્તો ખૂલ્યો હતો