રાજકોટ:પ્રદ્યુમનનગર પોલીસે મકરસંક્રાંતિ પૂર્વે શહેરના જુદા જુદા ચાર સ્થળે દરોડા પાડી ચાઇનીઝ દોરીની 27 ફિરકી અને 2000 તુક્કલ સાથે ચાર વેપારીની ધરપકડ કરી છે પ્રદ્યુમ્નનગર પોલીસે સદરબજારમાંથી ઉઝેફા દલવાણીને ચાઇનીઝ દોરીની 15 ફિરકી સાથે, જ્યારે આ જ વિસ્તારમાંથી ફૈસલ ઇબ્રાહિમભાઇ જુમાણીને 2000 નંગ તુક્કલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે બી ડિવિઝન પોલીસે ગોવિંદબાગ શાકમાર્કેટ પાસેથી અતુલ કાનજીભાઇ લીંબાસિયાને બે ફિરકી અને માલવિયાનગર પોલીસે લોધેશ્વર સોસાયટીમાંથી રમેશ અમૃતભાઇ ઝરિયા નામના વેપારીને ચાઇનીઝ દોરીની 10 ફિરકી સાથે પકડી પાડ્યા હતા ચારેય વેપારીઓ સામે પોલીસ કમિશનરે જાહેર કરેલા જાહેરનામાનો ભંગ કરવાનો ગુનો નોંધી અટકાયત કરી છે