શ્રીનગર:જમ્મૂ-કાશ્મીરમાં થઈ રહેલ હિમવર્ષાના કારણેલોકોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે સ્થાનિકો આ હિમપ્રપાતને લીધે ઘણીવાર તો કલાકો સુધી એક જ સ્થળે ફસાઈ પણ જાય છે તેવામાં અનેક સ્થળોએ બરફમાં ફસાયેલા લોકો માટે આર્મીના જવાનો પણ દેવદૂત બનીને તેમની મદદે પણ આવી રહ્યા છે સોશિયલ મીડિયામાં ઈન્ડિયન આર્મીના જવાનોની બહાદુરીના અનેક વીડિયોઝ પણ વાઈરલ થાય છે તાજેતરમાં લચ્છીપુરની આવી એક ઘટનાસામે આવીછે જેમાં જવાનોએ બરફમાં દટાઈ ગયેલા બે નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તેમને બચાવ્યા હતાબરફમાં દટાઈ ગયેલા તારિક ઈકબાલને જે રીતે બરફમાંથી બહાર નીકાળ્યો હતો તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કરાયો હતો જે જોઈને અનેક યૂઝર્સે પણ તેમની જાંબાઝીને સલામ કરી હતી
તારિક ઈકબાલ અને ઝહૂર અહેમદ નામના યુવકો હિમસ્ખલનની ઝપેટમાં આવીને બરફમાં દટાઈ ગયા હતા જેની જાણ ઈન્ડિયન આર્મીને થતાં જ તેમને બરફમાંથી બહાર નીકાળીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તારિકની સારવાર કરીને તેને રજા પણ આપી દેવાઈ હતી તો સાથે જ તેની સાથે ફસાયેલા ઝહૂર અહેમદની હાલત હજુ પણ ગંભીર છે