સુરતઃઆજે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ એલ એન્ડ ટી હજીરા ખાતે પહોંચ્યા હતા અને 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન(ટેન્ક) રાષ્ટ્રને અર્પણ કરી હતી દરમિયાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષ નવા ભારતના નવા વિચારનું એક સશક્ત ઉદાહરણ છે મેક ઈન ઈન્ડિયાએ હવે એક વાસ્તવિક આકાર લેવાનું શરૂ કરી દીધું છે ભારત રક્ષા ક્ષેત્રમાં આત્મ નિર્ભરતા પર આગળ વધી રહ્યું છે આઝાદ ભારતમાં ઘણા વર્ષો બાદ ડિફેન્સ મેન્યુફેક્ચરીંગમાં પ્રાઈવેટ સેક્ટર અંતર્ગત એક પરિણામ હાંસલ કર્યું છે પહેલાં પ્રાઈવેટ સેક્ટર પર કોઈએ વિચાર્યુ ન હતું, વિચાર્યું હોય તો તેને અનુમતિ અને પ્રોત્સાહન મળ્યું ન હતું જેથી ઈન્ડિયન ડિફેન્સ ઈન્ડસ્ટ્રી ભૂતકાળમાં પોતાના કામ પ્રમાણે પ્રોસેસ ન કરી શકી અને દેશ ઈમ્પોર્ટેડ આર્મડ પર સતત આગળ વધતી ગઈ હવે સરકારે આ અંગે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત કામ કર્યું છે ભારતને હવે ડિફેન્સ સેક્ટર તરીકે વિકસાવીશું