કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક વખત ફરી વિવાદિત નિવેદન આપ્યું છે બુધવારે બિહારના પૂર્ણિયામાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન સિંહે કહ્યું- આપણા પૂર્વજોથી ભૂલ થઈ ગઈ છે મુસલમાન ભાઈઓને 1947માં જ ત્યાં(પાકિસ્તાન) મોકલી દેવા જોઈતા હતા સિંહના જણાવ્યા મુજબ, 1947 પહેલા આપણા પૂર્વજો લડાઈ લડી રહ્યાં હતા, તે સમયે મોહમ્મદ અલી ઝીણા ઈસ્લામિક સ્ટેટની યોજના બનાવી રહ્યાં હતા ગિરિરાજના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે સિંહે વધુમાં એ પણ કહ્યું કે પૂર્વજોની ભુલનું પરિણામ આજે આપણે સહન કરવું પડી રહ્યું છે