મધ્ય પ્રદેશમાં 31મા રોડ સેફટી વીક દરમિયાન પોલીસે વાહનચાલકો હેલ્મેટ પેહરે તે માટે અનોખો જુગાડ શોધ્યો હતો પોલીસે ટુ-વ્હીલર પર જતા લોકોને હેલ્મેટ ન પહેરવા પર 100 શબ્દોનો નિબંધ લખવા બેસાડી દીધા હતા આ નિબંધનો વિષય ‘મેં હેલ્મેટ કેમ નથી પહેર્યું’હતો6 દિવસમાં ભોપાલની પોલીસે કુલ 150 લોકોને બેસાડી નિબંધ લખાવડાવ્યો 11 જાન્યુઆરીથી શરુ થયેલ રોડ સેફટી વીકનો 17 જાન્યુઆરીએ છેલ્લો દિવસ છે એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ACP) પ્રદીપ ચૌહાણે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, આ આઈડિયા પાછળનું હેતુ વાહનચાલકોને હેલ્મેટ ફરજીયાત પહેરવાનું છે રોડ પર વાહન ચલાવતી વખતે સેફટી ઘણી અગત્યની હોય છે