સુરતઃકતારના દોહા ખાતે યોજાનાર 2022ના ફિફા વર્લ્ડ કપ માટે દોહાને ગ્રીન ઝોનમાં બદલવાની કામગીરીઓ ચાલી રહી છે જેમાં નવસારી જિલ્લાના અંભેટાની નર્સરીના વૃક્ષો, છોડ દોહા ખાતે મોકલવામાં આવનાર હોવાથી નવસારી જિલ્લાનું નાનકડું ગામ અંભેટા ચર્ચામાં આવી ગયું છે અંભેટાની સમીર નર્સરીને હજારો વૃક્ષો દોહામાં રોપવા માટે દોહાની એક પ્રાઈવેટ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે દોહામાં 134 સ્ક્વેર કિમી વિસ્તારને હરિયાળો બનાવવા માટે વૃક્ષો એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે