ઓસ્ટ્રેલિયામાં પેલેગ્રિનીઝ ઈટાલિયન રેસ્ટોરાંએ જાયન્ટ પિઝા બનાવ્યો હતો, આ પિઝા કોઈ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે નહીં, પણ ઓસ્ટ્રેલિયામાં જંગલની આગ ઓલવવા મહેનત કરી રહેલા ફાયર ફાઈટર્સ માટે ફંડ ભેગું કરવા બનાવ્યો હતો માર્ગરિટા પિઝા 338 ફુટ લાંબો હતો સપ્ટેમ્બર મહિનાથી લાગેલી આગમાં અત્યાર સુધી 29 લોકો અને 1 કરોડથી પણ વધારે પ્રાણીઓએ જીવ ગુમાવ્યો છે આગને કારણે લાખો એકર જંગલ બળીને ખાક થઈ ગયા છે
આ પિઝાના 4000 ટુકડા કરવામાં આવ્યા હતા અને આશરે 3000 લોકોએ આ પિઝા ખાઈને રૂપિયા ડોનેટ કર્યા હતા આ રૂપિયા કંપનીએ ન્યૂ સાઉથ વેલ્સ રૂરલ ફાયર સર્વિસને દાન કર્યા હતા