સુરતઃઉમરા વિસ્તારના રામનાથ-ઘેલા મંદિરમાં દર વર્ષની જેમ પોષ એકાદશીએ અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું પોષી એકાદશીએ ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ – ઘેલા મંદિરમાં શિવજી પર જીવતા કરચલાથી અભિષેક કરવામાં આવતો હોવાથી મોટી સંખ્યામાં ભાવિકો દ્વારા જીવતા કરચલા ભગવાન શિવને ચડાવવામાં આવ્યાં હતાંભાવિકોને કાનની રસી મટતી હોવાથી માનતા લેવા અને પૂર્ણ કરવા ભાવિકો સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના કરી હતી