વિડિયો ડેસ્કઃ મહાશિવરાત્રિએ ભગવાન શિવ અને પાર્વતીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ પ્રમાણે, ઉત્તરાખંડના સોનપ્રયાગ પાસે સ્થિત ત્રિયુગી નારાયણ મંદિરમાં ભગવાન વિષ્ણુએ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યાં હતાં આ મંદિર હવે ધીમે-ધીમે વેડિંગ ડેસ્ટિનેશન બનતું જઇ રહ્યું છે દરેક લગ્નના મુહૂર્તે અહીં 3-4 લગ્ન યોજાય છે દેશભરથી અહીં લોકો લગ્ન કરવા માટે આવી પહોંચે છે આ વર્ષથી અહીં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે વિદેશથી પણ લગ્ન કરવા માટે લોકો અહીં આવી રહ્યા છે 29 ફેબ્રુઆરીએ અહીં એક વિદેશી યુવકના લગ્ન ગાઝિયાબાદની યુવતી સાથે થઇ રહ્યાં છે સ્થાનીય પ્રશાસન અને સમિતિઓ આ સ્થાનને હવે વેડિંગ ડેસ્ટિનેશનમાં બદલવાનું ઇચ્છે છે