અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મળ્યા હતા સ્વિત્ઝરલેન્ડના દાવોસમાં મંગળવારે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ શિખર સંમેલનની શરૂઆત થઈ છે આ બંને નેતાઓની બેઠક તે સિવાયના સમયમાં થઈ હતી ટ્રમ્પે બેઠક દરમિયાન કહ્યું, અમે કાશ્મીર મુદ્દે વાત કરી છે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં જે ચાલી રહ્યું છે તેમાં અમે મદદ કરી શકીશું, તો ચોક્કસ કરીશું અમે આ મુદ્દાને ઘણો ધ્યાનથી જોઈ રહ્યા છીએ