નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ યૂપીના ઈટાવા જિલ્લામાં પ્રદર્શન કરી રહેલી મહિલાઓ પર યૂપી પોલીસે લાઠીઓ વરસાવી હતી મહિલાઓને દોડાવી દોડાવીને મારી હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે પોલીસે દુકાનોમાં ઘૂસીને જબરદસ્તીથી દુકાનોને બંધ કરાવી હતી વીડિયોમાં દેખાય છે કે સાંકળી ગલીઓમાં મહિલાઓનો પોલીસ પીછો કરી રહી છે અને લાકડીઓ વરસાવી રહી છે જેના પર મહિલાઓ ચીસો પાડી રહી છે પોલીસના આ જુલ્મી વર્તન બાદ તેમણે જણાવ્યું હતું કે આ કાર્યવાહી મહિલાઓ પર માત્ર મહિલા પોલીસે કરી હતી