સુરતઃદેશભરમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતનો એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં એક કિન્નર ઓટો રિક્ષાની ઉપર બેસેલી જોવા મળે છે અને તેના હાથમાં રાષ્ટ્રધ્વજ છે ઓટોરિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી છે, ત્યારે જીવના જોખમે કિન્નર રિક્ષા ઉપર બેસી સવારી કરી રહી છે આ વીડિયો પાંડેસરા વિસ્તારના BRC રોડનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે