ભારતીય સેનાને હિમાલયમાં 32 ઈંચ લાંબા અને 15 ઈંચ પહોળા પગમાર્ક મળ્યા છે માનવામાં આવે છે કે, તે હિમમાનવ અથવા યેતી હોઈ શકે છે તેનો ઉલ્લેખ પૌરાણિક કથાઓમાં કરવામાં આવતો હતો સેના તરફથી બરફ અને પગમાર્કની તસવીરો સોમવારે ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે આર્મીના જણાવ્યા પ્રમાણે આ રહસ્યમયી પગના ચિન્હો 9 એપ્રિલે સેનાને મકાલુ બેઝ કેમ્પ (5250 મીટરની ઉંચાઈએ) પાસે જોવા મળ્યા હતા પહેલાં પણ નેપાળના મકાલુ-બરુન નેશનલ પાર્કમાં હિમમાનવ હોવાનો દાવો કરવામાં આવ્યો છે
આર્મી દ્વારા કરવામાં આવેલી પોસ્ટ પછી હિમમાનવના અસ્તિત્વ વિશે સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે યુઝર્સે સવાલ ઉભા કર્યા છે કે, ક્યાંક આ પ્રેન્ક તો નથી માત્ર પગના નિશાનજ કેમ શેર કરવામાં આવ્યા છે? અમુક લોકોએ કહ્યું કે, કદાચ ભારતીય સેનાનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું છે