ભરૂચઃ દહેજ માર્ગ દહેગામ નજીકથી એલપીજી ભરીને પસાર થઈ રહેલા ટેન્કરને રોડ સ્ટ્રેચર સાથે અકસ્માત સર્જાતા ટેન્કર પલટી મારી ગયું હતું જેના કારણે ટેન્કરો વાલ્વ તૂટી જતાં એલપીજી ગેસ લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી ભારે જહેમત બાદ ટેન્કરના લીકેજ પર કાબુ મેળવ્યો હતોજોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અકસ્માતના કારણે દહેજ ભરૂચ માર્ગ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતાં