અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપનીમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી જેને પગલે કંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી ઘટનાની જાણ થતાં 6 ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલા ડેનો ફાર્મા કંપની બલ્ક ડ્રગ્સ અને ઇન્ટરમીડીએટસનું પ્રોડક્શન કરે છે અને સ્ટેટીક ચાર્જના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે આગની ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી