રાજકોટ: રાજકોટમાં પોલીસના નાઇટ પેટ્રોલીંગને આવરા તત્વો જાણે ખુલ્લો પડકાર કરી રહ્યાં છે ગત રાત્રે શહેરના પેલેસ રોડ પર આવેલી ભગવતી ફાસ્ટ ફૂડ નામની રેસ્ટોરન્ટમાં આવરા તત્વોએ પથ્થરમારો કર્યો હતો જેમા રેસ્ટોરન્ટના કાચ તૂટ્યા હતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી જેને પગલે એ ડિવીઝન પોલીસે પૂછપરછ હાથ ધરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે