છૂટા પૈસા લેવા આવેલા બદમાશે દુકાનમાંથી માલિકની નજર ચુકવી 1.7 લાખની ચોરી કરી

DivyaBhaskar 2020-02-04

Views 674

સુરતઃકાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખોડિયારનગર શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનમાં સોમવારે બપોરે છૂટા પૈસા લેવાના બહાને આવેલા બદમાશે દુકાનના માલિકની નજર ચુકવીને ટેબલના ખાનામાંથી રોકડા 17 લાખની ચોરી કરી નાસી ગયો હતોપોલીસ સ્ટેશનથી મળતિ વિગતો મુજબ એકેરોડ મોદી મહોલ્લો વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવિણ જયંતિ માળી(ઉવઆ18)ના કાપોદ્રા ખોડિયારનગર રોડ શ્યાણી સોસાયટી પાસે શોપિંગ સેન્ટરમાં નાણાં ધીરનારની દુકાન ચલાવે છે પ્રવિણ ગઈકાલે બપોરે દુકાનમાં હતો તે વખતે એક અજાણ્યો વ્યક્તિ છૂટા પૈસા લેવાના બહાને આવ્યો હતો અને પ્રવિણની નજર ચુકવલીને ટેબલના ખાનામાંથી રૂપિયા એક લાખ સાત હજાર ચોરી કરી નાસી ગયો હતો દુકાનમાં રહેલા સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS