વિસનગર: આજે વહેલી સવારે ખેરાલુનાં મલેકપુરથી સિદ્ઘપુર જતા ઝાડ સાથે જીપ અથડાતા ઘટના સ્થળે છ લોકોનાં મોત નીપજ્યાં છે હાઈવે પરના ખાડાના કારણે એક બાદ એકના મોત થયા છે હાઈવે પરના મોતના ખાડાએ જીપમાં ભરેલા માલસામાન પર બેઠેલા 6 લોકોના જીવન દિપ બુઝાવી દીધા હતા ખેરાલુનાં મલેકપુરથી સિદ્ધપુર જતા અદિતપુર પાસે ઝાડ સાથે જીપને ખાડાના કારણે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો જીપમાં ઉપરે બેઠેલા મજૂરોના માથા ઝાડની ડાળોને અથડાતા ફૂટી ગયા હતા તમામને પહેલા ખેરાલુ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એક બાદ એક એમ પાંચ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્યત્ર એકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે