વડોદરાઃસયાજીગંજ વિસ્તારમાં આવેલા પેરેડાઈઝ કોમ્પ્લેક્ષ સામે પાર્ક કરેલી કાર અચાનક સળગી ઉઠતા ભાગદોડનો માહોલ સર્જાયો હતો ધડાકા સાથે કારમાં આગ લાગતા આસપાસની બે કારને પણ નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો જોકે, આગના પગલે આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી