મુંબઈઃબાયકુલા પૂર્વના મઝગાંવ સ્થિત GST ભવનની 8માં માળ પર સોમવારે આગ લાગી છે ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડની 15 ગાડી પહોંચી ગઈ છે ઈમારતમાં કરનારા કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે લેવલ-4 (ભીષણ)ની આગ છે આ ઘટનામાં હજુ સુધી કોઈને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર નથી આગનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે