વડોદરાઃ શહેરના નગરવાળા બ્રીજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ છે સામાન્ય આગે વિકારળ સ્વરૂપ ધારણ કરી લીધું છે આગ લાગી હોવાની જાણ થતાં જ લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા અને ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરી હતી જેના પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે