અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ પરિવાર સહિત ભારતના પ્રવાસે આવી રહ્યાં છે તેમણે શનિવારે ફિલ્મ બાહુબલીની થીમ પર બનેલો એક વીડિયો રીટ્વિટ કર્યો તેમાં તે અમરેન્દ્ર બાહુબલીના રૂપમાં જોવા મળ્યા 81 સેકન્ડના આ વીડિયોમાં મિલેનિયા અને તેમની પુત્રી ઈવાન્કા અને પુત્ર જુનિયર ટ્રમ્પ પણ દેખાય છે વીડિયોને Solmemes1 નામના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો છે તેને રીટ્વિટ કરતા ટ્રમ્પે લખ્યું કે ભારતમાં મારા મિત્રોને મળવા માટે ઉત્સાહિત છું