અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી 2 દિવસના પ્રવાસે ભારત આવ્યા છે તેમની સાથે પત્ની મેલેનિયા, ઈવાન્કા અને તેમના જમાઈ ઝૈરેડ કુશનર પણ હાજર છે ટ્રમ્પ પરિવાર અમદાવાદની મુલાકાત કરીને આગ્રા પહોંચી ગયા છે અહીં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું ત્યાંથી ભવ્ય રોડ શો કરીને તેઓએ તાજમહેલની પણ મુલાકાત કરી હતી