ન્યૂયોર્ક:પીએમ મોદીના સ્વાગત માટે એક સ્ટેજ પર દિલ્હીના સાંસદો અને ભાજપના નેતાઓ ઉપસ્થિત છે અહીં પીએમ મોદીનું હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું દિલ્હી પહોંચ્યા બાદ સ્ટેજ પર સંબોધનમાં ભારત માતાની જયના નારા સાથે PM મોદીએ સંબોધન શરુ કર્યુ હતું તેમણે અહીં પહોંચેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો પરત ફરતા પહેલા PM મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ત્યાંના નાગરિકો અને અમેરિકી કોંગ્રેસને સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો હતો મોદીએ લખ્યું, "તમારો પ્રેમ અને સત્કાર અસાધારણ હતો મને વિશ્વાસ છે કે હું આ પ્રવાસ દરમિયાન જેટલા પણ કાર્યક્રમોમાં સામેલ થયો, તેનો લાભ મોટા સ્તર પર ભારને જરૂર મળશે'' મોદીના સ્વાગત માટે પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું છે અત્યારે એરપોર્ટ પર લોકો નાચી રહ્યા છે અને ભારત માતા કી જયતેમજ મોદી મોદીનાનારા લાગી રહ્યા છે