મહેસાણા: 25 વર્ષથી નીચેના યુવક કે યુવતીને પ્રેમલગ્ન કરવા હોય તો મા-બાપની સહી ફરજિયાત કરો
હેસાણા: મા-બાપની ઈચ્છા વિરુદ્ધ થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર માટે નારી એકતા ગ્રુપ અને પાટીદાર સેના દ્વારા મહેસાણા જિલ્લામાં મહિલાઓમાં લોકજાગૃતિ ઊભી કરવા રાત્રિસભાઓ યોજાઇ રહી છે રવિવારે મોઢેરા પાસેના ગાંભુ ગામમાં યોજાયેલી સભામાં ભાગીને થતાં પ્રેમલગ્નના કાયદામાં ફેરફાર કરવાની માંગ બુલંદ કરાઇ હતી