ગાંધીનગરઃરાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીમાં ભાજપે ત્રણ ઉમેદવાર ઊભા રાખતાં ગુજરાત કોંગ્રેસનો જીવ અધ્ધર થયો છે ભાજપ ત્રીજી બેઠક જીતવા હોર્સ ટ્રેડિંગ કરે તેવી ભીતિથી ગુજરાત કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર ખસેડાયા છે જ્યારે કોંગ્રેસના બીજા 21 ધારાસભ્યો આજે સાંજે ઈન્ડિગોની ફ્લાઈટમાં જયપુર રવાના થશે જો કે આ ધારાસભ્યોને એક જ રિસોર્ટમાં રાખવામાં નહીં આવે કોંગ્રેસે ધારાસભ્યો માટે 4 રિસોર્ટ બુક કરાવ્યા છે જેમાં શિવ રિસોર્ટ, બ્યુએના રિસોર્ટ, લક્ષ્મી વિલાસ અને ટ્રી હાઉસના નામ છે કોંગ્રેસના કુલ 50 ધારાસભ્યોને ગુજરાત બહાર રાખશે આ સિવાયના ધારાસભ્યો વિધાનસભામાં હાજરી આપશે જયપુરના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને લોકશાહી અને કોંગ્રેસ કલ્ચરના અલગ અલગ પાઠ ભણાવવામાં આવશે આ ઉપરાંત દિલ્હીથી કોંગ્રેસના અલગ અલગ તજજ્ઞો આવીને વર્કશોપ પણ કરશે સાથે સાથે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારની નબળાઈ અને ભાજપના નેતાઓના વલણ અને ચાલથી સાવચેત રહેવાની શિખામણ પણ અપાશે