વીડિયો ડેસ્કઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસને લઇને આજે દેશને સંબોધિત કરી રહ્યા છે તેમણે કહ્યું કે બીજા વિશ્વયુદ્ધમાં જેટલા દેશ પ્રભાવિત નહોતા થયા તેટલા કોરોના વાયરસના લીધે થયા છે બુધવારે વડાપ્રધાને કોરોના વાયરસને લઇને કરવામાં આવેલા ઉપાયો અંગે એક સમીક્ષા બેઠક બોલાવી હતી પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને જણાવ્યું કે બેઠકમાં સંક્રમણને રોકવાની તૈયારીઓ મજબૂત કરવા અને સુવિધાઓ વિસ્તારવા અંગે ચર્ચા થઇ હતી પ્રધાનમંત્રીએ સંક્રમણ રોકવા માટે કામ કરી રહેલી રાજ્ય સરકારો, ડોક્ટર્સ, પેરામેડિકલ કર્મચારીઓ, પેરામિલિટરી ફોર્સ અને એવિએશન સેક્ટર, નગરપાલિકા કર્મચારીઓ અને આ કામમાં લાગેલા દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો સંબોધનમાં વડાપ્રધાન મોદીએ 22 માર્ચે રવિવારે જનતા કર્ફ્યૂ રાખી દેશહિતમાં સામેલ થવા માટે અપીલ કરી હતી