પેટ્રોલ-ડીઝલ, દૂધ, અનાજ, ખાદ્યતેલ, રાંધણગેસ સહિત પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતાં કોંગ્રેસે દિલ્હીથી લઇને ગુજરાત સુધી રસ્તાઓ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો... ધંધુકા, કરજણ, અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓમાં સૂત્રોચ્ચાર કરીને તો ક્યાંક ગેસના બાટલાનું વિરોધ કરવામાં આવી રહ્યો છે... ક્યાંક રેલી કાઢીને તો ક્યાંક ધરણા બેસીને મોંઘવારીનો વિરોધ કરાઈ રહ્યો છે... વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક કોંગી કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી છે.