નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અનુસાર ભારતીયો વધુને વધુ મેદસ્વી થતા જાય છે...મહિલા અને પુરૂષો બન્નેમાં મેદસ્વીતાનું પ્રમાણ વધારે છે... ભૂતકાળમાં થયેલા સર્વે અનુસાર મહિલાઓમાં મેદસ્વીતાનું પ્રમાણ પહેલા 21 ટકા હતું જે હમણાં વધીને 24 ટકા નોંધાયું છે... ઘર પરિવારમાં વધેલી સંપત્તિને આધારે તુલના કરવામાં આવે તો જેમજેમ ઘર સંપત્તિ વધતી જાય છે તેમ તેમ પાતળી મહિલાઓની સંખ્યા ઘટતી જાય છે.. ટોચની ઘર સંપત્તિ ધરાવતા પરિવારોમાં પાતળી મહિલાનું પ્રમાણ 10 ટકા છે... શહેરી વિસ્તારમાં મેદસ્વી મહિલાઓની સંખ્યા 33 ટકા તો ગ્રામીણ વિસ્તારમાં 20 ટકા નોંધાઈ છે...