સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. મહિધરપુરા વિસ્તારમાં હીરા બજારમાં રોકડા ભરેલી બેગ સ્નેચિંગનો બનાવ બન્યો છે. શહેરમાં હાલ આવી ચિટિંગ કરતી એક ગેંગ સક્રીય થઈ છે. આ ગેંગે ફરિયાદીને ચારે બાજુ ઘેરીને તેનુ ધ્યાન ભટકાવવાના પ્રયાસ કર્યા હતા. જે બાદ 4.50 લાખ રોકડા ભરેલી બેગ ચાલાકી પૂર્વક છીનવી ફરાર થયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેમજ મહિધરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.