આજે આણંદ ખાતે આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું કે, રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી. આજ કારણોસર થોડા-થોડા કરીને પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા હતા.
જો કે મોંઘવારી અને ભાવ વધારાથી પરેશાન પ્રજાને રાહત આપવા માટે કેન્દ્રની મોદી સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. વધુમાં પાટીલે ભાવ ઘટાડા અંગેના નિર્ણય અંગે જણાવ્યું કે, મોદી હૈ તો મુમકીન હૈ...