વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. જેમાં ગાય કાર સાથે અથડાવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે. તેમાં કાર અથડાતા બમ્પર અને વિંડ સ્ક્રિનને નુકસાન થયુ છે. તેમજ
ગાય અથડાતા કાર ચાલક સહિત બે ઈજાગ્રસ્ત થયા છે. જેમાં પી.એમ નરેન્દ્ર મોદીના 18 મી જૂનના કાર્યક્રમ સ્થળ અને રોડ શોની જગ્યાઓ પર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે.
જેમાં પી.એમના કાર્યક્રમ સ્થળ નજીક ગાય કાર સથે ભટકાઇ હતી. તેમાં ગાય કાર સાથે એટલા જોરથી ભટકાતા કારનું બોનેટ ચિરાઈ ગયું હતુ.