જામનગર શહેરમાં રખડતા ઢોરે વૃદ્ધને મોતને ઘાટ ઉતારી દીધા. આ સમગ્ર બનાવ અંગેના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં રખડતા ઢોર જાણે મૃતક ભરતભાઈને કોઈ જૂની દુશમની હોય તેમ તેની સામે લડી રહ્યો છે. આ સમગ્ર બનાવમાં વૃદ્ધને માથામાં હેમરેજ થતા મૃત્યુ પામ્યા છે. હાલ આ બનાવ બાદ પરિવાર અને સ્થાનિકો ઈચ્છી રહ્યાં છે કે રખડતા ઢોર બાબતે તંત્ર પગલાં લે અને લોકોના જીવ બચાવે.