રશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પશ્ચિમી રાષ્ટ્રોને ચેતાવણી આપી છે. પુતિનના નજીકના મનાતા દિમિત્રી મેદવેદેવે જણાવ્યું કે પશ્ચિમી રાષ્ટ્રોનું અંત નજીક છે. જ્યારે આફ્રીકન દેશ સુડાનમાં અરબ અને આફીકન લોકો વચ્ચે વંશીય હિંસા ભભૂકી ઉઠી છે, જેમાં 100 જેટલા લોકોના મોત નીપજ્યાં છે. આ હિંસામાં 20 જેટલા ગામડાઓને પણ સળગાવવામાં આવ્યા છે. વળી ઈઝરાયેલમાં નફતાલી બેનેટ સરકાર પણ અલ્પમતમાં આવી છે. ઈઝરાયેલમાં છેલ્લા 2 વર્ષમાં 4 સરકાર અલ્પમત છે. અરબ સમર્થક પાર્ટી નફતાલીથી નારાજ છે.