આજે અમારી પાર્ટી મજબૂત છે તેમ રાઉતે કહ્યું છે. તેઓએ અનેક વાતો કહી જેમાં કહ્યું કે આજે CM ઉદ્ધવ ઠાકરેની કોઈ બેઠક નહીં થાય. શિવસેના હજૂ પણ મજબૂત છે, અંતિમ શ્વાસ સુધી ઠાકરે પરિવાર સાથે છે. અમારા સંપર્કમાં 20 ધારાસભ્યો છે, લાખો કાર્યકર્તા શિવસેના સાથે ઉભા છે. ધારાસભ્યો કેમ ગયા તેનો જલ્દી જ કરીશું ખુલાસો. ફ્લોર ટેસ્ટમાં સત્ય સામે આવી જશે તેમ પણ રાઉતે કહ્યું.